Gujarat Rain: રાજ્યમાં 85 તાલુકામાં મેઘમહેર, સૌથી વધારે અમીરગઢમાં સવા ઇંચ વરસાદ

Gujarat Weather Update : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારને 13 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Written by Ashish Goyal
August 13, 2024 21:04 IST
Gujarat Rain: રાજ્યમાં 85 તાલુકામાં મેઘમહેર, સૌથી વધારે અમીરગઢમાં સવા ઇંચ વરસાદ
ગુજરાતમાં વરસાદ - Express photo

Gujarat Rain : રાજ્યમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારને 13 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના અમીરગઢમાં 38 મીમી (સવા ઇંચ)વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. અમીરગઢ 38 મીમી, પોશિના, ઉમરગામ 22 મીમી, વિસાવદર 18, કચ્છ માંડવી, ગોંડલ, વંથલી, જૂનાગઢ, બારડોલી, કડાણામાં 14 મીમી, મેંદરડા 13, માંડલ, દ્વારકા 12 મીમી, ધરમપુર 11 મીમી અને માંગરોળમાં 10 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 69 તાલુકામાં 1 થી લઇને 9 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ભારેથી હળવા મધ્યમ વરસાદની આગાહી

અધિક કલેકટર કલ્પનાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા 13 અને 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે/હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી તેમજ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા અધિક કલેકટરે જણાવ્યું હતું.

આ પણ વાંચો – રાજ્યમાં 136 તાલુકામાં મેઘમહેર, સૌથી વધારે દહેગામમાં 1 ઇંચ વરસાદ

14 ઓગસ્ટને બુધવારની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ