Gujarat Rain: ખંભાળિયામાં 2.17 ઇંચ વરસાદ, મંગળવારે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Gujarat Weather Forecast : રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો

Gujarat Weather Forecast : રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain, Gujarat, Rain

Gujarat Rain: ગુજરાત વરસાદ (Express photo - Nirmal Harindran)

Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી : રાજ્યમાં ચોમાસાની વિદાય થઇ હોવા છતા વરસાદ હજુ જવાનું નામ લેતો નથી. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો 14 ઓક્ટોબરના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 13 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 2.17 ઇંચ વરસાદ વરસ્યો છે.

સોમવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખંભાળિયા 55 મીમી (2.17 ઇંચ), સાવરકુંડલા 24 મીમી, લાલપુર 14 મીમી, ચોટીલા, દ્વારકા 10 મીમી, વાંકાનેક 8 મીમી, સાયલા 7 મીમી, ડાંગ-આહવા 6 મીમી, ઉના 5 મીમી, રાજુલા 3 મીમી, ભેંસાણ, ધરમપુર અને નીઝરમાં 2 મીમી વરસાદ વરસ્યો છે.

વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 ઓક્ટોબરે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો - કડી તાલુકામાં મોટી દુર્ઘટના, દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 8 શ્રમિકોના મોત

અમદાવાદ અને ગાંધીનગરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો

અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં સોમવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. 15 ઓક્ટોબરે પણ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત