/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Monsoon-Rain-Cloud.jpeg)
IMD Monsoon Rain Forecast : ગુજરાતમાં વાદળા જોવા મળી રહ્યા છે
Gujarat Rain : રાજ્યમાં વરસાદમાં વિરામ જોવા મળી રહ્યો છે. 15મી ઓગસ્ટે ઝરમર વરસાદ સિવાય ક્યાંય ભારે વરસાદ વરસ્યો નથી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારને 15 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 26 તાલુકામાં નજીવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વડોદરાના કરજણમાં 15 મીમી વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. કરજણ 15 મીમી, શેહરા અને લુણાવાડા 10 મીમી, રાધનપુર 8 મીમી, તિલકવાડા, ગરુડેશ્વર અને આમોદમાં 5 મીમી, બોડેલી, કલ્યાણપુરા, જાફરાબાદ અને છોટા ઉદેપુરમાં 4 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 15 તાલુકામાં 1 થી લઇને 3 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો - રાજ્યમાં 76 તાલુકામાં મેઘમહેર, સાયલામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો
16 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી છ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 16 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જ્યારે સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us