/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Rain-In-Gujarat.jpg)
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ. (Express Photo by Praveen Khanna)
Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી : રાજ્યમાં ચોમાસાની વિદાય થઇ હોવા છતા વરસાદ હજુ જવાનું નામ લેતો નથી. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો 15 ઓક્ટોબરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વલસાડના કપરાડામાં 3.50 ઇંચ વરસાદ વરસ્યો છે.
મંગળવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. કપરાડા 89 મીમી (3.50 ઇંચ), રાપર 20 મીમી, વાપી 19 મીમી, સુઇગામ 17 મીમી, થરાદ 13 મીમી, વલસાડ 12 મીમી, કાંકરેજ 9 મીમી, પ્રાંતિજ, પારડી 6 મીમી, તિલકવાડા, ધરમપુર 5 મીમી, ભચાઉ, ચીખલી, ઉમરગામ 4 મીમી, લખપત, શંખેશ્વર, મેંદરડા, માળિયા હાટીના, સાવલી, ગરુડેશ્વરમાં 3 મીમી, વિજાપુર અને ભુજમાં 2 મીમી વરસાદ નોંધાયો છે.
વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 16 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. રાજ્યના બાકીના ભાગોમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
આ પણ વાંચો - ધો. 10-12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર, આ વર્ષે 15 દિવસ વહેલી પરીક્ષા, જુઓ ટાઇમ ટેબલ
16 ઓક્ટોબરે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં આંશિક વાદળછાયું આકાશ રહેશે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us