/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-Rain-break.jpg)
ગુજરાત વરસાદ (Express photo by Nirmal Harindran)
Gujarat Weather Forecast : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો વિરામ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારને 15 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 29 તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વાપીમાં 22 મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી.
રવિવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. વાપી 22 મીમી, કપરાડા 18 મીમી, ડાંગ આહવા 17 મીમી, વલસાડ 14 મીમી, નસવાડી 13 મીમી, ઉમરગામ 12 મીમી, કરજણ 11 મીમી અને શુબીર 10 મીમી વરસાદ વરસ્યો છે.
આ સિવાય ધરમપુર 8 મીમી, ડભોઈ 6 મીમી, પાદરા, સાગબારા, વ્યારા, કાંવટમાં 4 મીમી, તિલકવાડા, ગરુડેશ્વર 3 મીમી, ગોખાંભા, ડેડિયાપાડા, બારડોલી, મહુવા, સોનગઢ, બોડેલીમાં 2 મીમી, નાંદોદ, વઘઇ, વાંસદા, પારડી, નીઝર, જેતપુર પાવી અને છોટા ઉદેપુરમાં 1 મીમી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો - દીપડાએ 4 વર્ષની બાળકીને ફાડી ખાધી, ફળિયામાં કર્યો હુમલો
રાજ્યમાં સિઝનનો 124.99 ટકા વરસાદ
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યારસુધીમાં 124.99 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 129.18 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 121.03 ટકા, કચ્છમાં 183.3 ટકા, સૌરાષ્ટ્રમાં 129.74 ટકા, અને ઉત્તર ગુજરાતમાં 107.88 ટકા વરસાદ નોંધાયો છે.
વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 16 અને 17 સપ્ટેમ્બરના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us