Gujarat Rain: રાજ્યમાં ધીમી ધારે વરસાદ, 73 તાલુકામાં મેઘમહેર, ક્યાંય એક ઇંચથી વધારે નથી

Gujarat Weather Update : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારને 16 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં નજીવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દ્વારકામાં 23 મીમી વરસાદ વરસ્યો છે

Gujarat Weather Update : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારને 16 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં નજીવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દ્વારકામાં 23 મીમી વરસાદ વરસ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain, Gujarat, Rain

Gujarat Rain: ગુજરાત વરસાદ (Express photo - Nirmal Harindran)

Gujarat Rain : રાજ્યમાં વરસાદ ધીમી ધારે ક્યાંક ક્યાંક વરસી રહ્યો છે. 16મી ઓગસ્ટે ઝરમર વરસાદ સિવાય ક્યાંય ભારે વરસાદ વરસ્યો નથી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારને 16 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં નજીવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દ્વારકામાં 23 મીમી વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. દ્વારકામાં 23 મીમી, બનાસકાંઠા 18 મીમી, મોરબી 16 મીમી, સિદ્ધપુર 15 મીમી, પાટણ, દહેગામ, જેસર 14 મીમી, પાલિતાણા, ઉમરપાડા 12 મીમી, શેહરા,નસવાડી 11 મીમી, ધાનેરા અને રાજુલામાં 10 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 60 તાલુકામાં 1 થી લઇને 9 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતોએ હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. કારણ કે હાલમાં કોઈ સક્રિય સિસ્ટમ ગુજરાત પર સક્રિય નથી.

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં વરસાદનો વિરામ, ફક્ત 26 તાલુકામાં ઝરમર વરસ્યો

17 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

જ્યારે સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત