/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-Rainfall-1-1.jpg)
ગુજરાતમાં વરસાદ. (Express photo - Nirmal Harindran)
Gujarat Weather Forecast , હવામાન વિભાગની આગાહી : દિવાળીને હવે થોડા દિવસોની વાર હોવા છતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો 16 ઓક્ટોબરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે જૂનાગઢના મેંદરડામાં 1.85 ઇંચ વરસાદ વરસ્યો છે.
બુધવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. મેંદરડા 1.85 ઇંચ, રાણાવાવ, ઝઘડીયા 1.34 ઇંચ, માળિયા હાટિના અને જૂનાગઢ 1.06 ઇંચ અને માંગરોળમાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો છે. એટલે કે 6 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
આ સિવાય ઓલપાડ 24 મીમી, ખાંભા 21 મીમી, વાલિયા 20 મીમી, મહુવા 15 મીમી, સુરત 12 મીમી, અમરેલી 10 મીમી, માતર 7 મીમી, વાલોદ 6 મીમી, તાલાલા, વેરાવળ અને વિસાવદરમાં 5 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 11 તાલુકામાં 1 થી લઇને 3 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો - કંડલાની કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ટાંકી સાફ કરતા 5 કામદારોના મોત
વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17 ઓક્ટોબરે સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ, ભરુચ, નર્મદા, છોટા ઉદેપુર, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યના બાકીના ભાગોમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
17 ઓક્ટોબરે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં આંશિક વાદળછાયું આકાશ રહેશે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us