Gujarat Rain: રાજ્યમાં વરસાદનો વિરામ, સાત તાલુકામાં ફક્ત ઝરમર વરસાદ

Gujarat Rain : બુધવારને 18 સપ્ટેમ્બરના રોજ સૌથી વધારે નવસારીના જલાલપોરમાં 24 મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી

Gujarat Rain : બુધવારને 18 સપ્ટેમ્બરના રોજ સૌથી વધારે નવસારીના જલાલપોરમાં 24 મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain, Gujarat, Rain

Gujarat Rain: ગુજરાત વરસાદ (Express photo - Nirmal Harindran)

Gujarat Weather Forecast : રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદનો વિરામ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારને 18 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ફક્ત 7 તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના જલાલપોરમાં 24 મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી.

બુધવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જલાલપોર 24 મીમી, તિલકવાડા 12 મીમી, નવસારી 11 મીમી, ઉમરગામ 6 મીમી, નાંદોદ 4 મીમી, પલસાણા 3 મીમી અને વ્યારામાં 1 મીમી વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં સિઝનનો 125.11 ટકા વરસાદ

રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યારસુધીમાં 125.11 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 183.32 ટકા, ઉત્તર ગુજરાતમાં 107.66 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 121.11 ટકા, સૌરાષ્ટ્રમાં 129.78 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 129.47 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો - અંબાજી ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિ, લાખો શ્રદ્ધાળુઓએ કર્યા મા અંબેના દર્શન

સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો સંગ્રહ 322076 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 96.41% જેટલી છે. રાજયના અન્ય 206 જળાશયોમા સંગ્રહ 495125 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 88.77% છે. 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 116 છે.

વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા 19 સપ્ટેમ્બરના રોજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત