Gujarat Rain: અમદાવાદમાં બપોર પછી વાતાવરણમાં પલટો, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ

Gujarat Weather Forecast : રાજ્યના વાતાવરણમાં ફરી એક વખત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે

Gujarat Weather Forecast : રાજ્યના વાતાવરણમાં ફરી એક વખત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather, Gujarat Rain, Gujarat, Rain

Gujarat Weather Forecast : ગુજરાતમાં વરસાદની આગાહી (Express photo by Pradip Das)

Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી : રાજ્યના વાતાવરણમાં ફરી એક વખત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરુ થયો છે. બપોરે પછી શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોપલ, ધુમા, ઇસ્કોન, સિંધુ ભવન રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, વસ્ત્રાપુર, નારણપુરા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.

Advertisment

19 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ,, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ,રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

20 ઓક્ટોબરની આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલ્લો એલર્ટ સાથે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો - અમદાવાદ જિલ્લામાં સ્નિફર ડોગે શોધી કાઢ્યા ચોરી થયેલા 1.07 કરોડ રૂપિયા

Advertisment

રાજ્યમાં 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યાના 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના સોનગઢ અને નવસારીના વાંસદામાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો

વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ અમદાવાદ ગુજરાત