/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Gujarat-monsoon-rain.jpg)
Gujarat Rain Update (ગુજરાત રેઈન અપડેટ): ગુજરાતમાંથી વરસાદ ગાયબ - Express photo
Gujarat Weather Forecast : રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદનો વિરામ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારને 19 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ફક્ત 11 તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે તાપીના ડોલવણમાં 11 મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી.
ગુરુવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ડોલવણ 11 મીમી, ચીખલી 9 મીમી, મહુવા 7 મીમી, પારડી 5 મીમી, પલસાણા,બારડોલી 4 મીમી, ખેરગામ, સોનગઢ 3 મીમી, વલોદ 2 મીમી, વ્યારા અને ધરમપુરમાં 1 મીમી વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં સિઝનનો 125.19 ટકા વરસાદ
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યારસુધીમાં 125.11 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 183.32 ટકા, ઉત્તર ગુજરાતમાં 107.76 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 121.27 ટકા, સૌરાષ્ટ્રમાં 129.78 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 129.57 ટકા વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો - કક્ષ્તી ચૌધરી એ પીએમ મોદીની હાજરીમાં મેટ્રો ટ્રેન ચલાવી, જાણો કોણ છે આ આદિવાસી યુવતી?
સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો સંગ્રહ 323062 mcft છે. જે કૂલ સંગ્રહ ક્ષમતાના 96.70% જેટલી છે. રાજયના અન્ય 206 જળાશયોમા સંગ્રહ 496793 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 89.07% છે. 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 113 છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us