Gujarat Rain : શુક્રવારે 136 તાલુકામાં મેઘમહેર, સૌથી વધારે છોટા ઉદેપુરમાં 2 ઇંચ વરસાદ

Gujarat Rain: હવામાન વિભાગ અનુસાર આવતીકાલે શનિવારે 3 ઓગસ્ટની આગાહીની વાત કરીએ તો 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે

Gujarat Rain: હવામાન વિભાગ અનુસાર આવતીકાલે શનિવારે 3 ઓગસ્ટની આગાહીની વાત કરીએ તો 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Rain 2024, rain in gujarat,

ગુજરાતમાં વરસાદ. (Express photo - Nirmal Harindran)

Gujarat Rain: ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારમાં ઝાપટા પડી રહ્યા છે . સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારે 2 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છોટા ઉદેપુરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. શુક્રવારે 8 તાલુકામાં જ એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરમાં 58 મીમી, બોડેલીમાં 52 મીમી, કપરાડા 49 મીમી, સંખેડા 35 મીમી, ઉમરગામ 34 મીમી, જેતપુર પાવી 33 મીમી, મોડાસા 29 મીમી અને પારડીમાં 27 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 128 તાલુકામાં 1 થી લઇને 24 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

શનિવારે 3 ઓગસ્ટે વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આવતીકાલે શનિવારે 3 ઓગસ્ટની આગાહીની વાત કરીએ તો 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ભાવનગર, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, અમરેલી અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળી શકે છે.

આ પણ વાંચો - સિંહો માટે વિસ્તાર નાનો પડી રહ્યો છે, બરડો ડુંગર પર નવું રહેઠાણ વિકસાવવું જોઈએ : પરિમલ નથવાણી

રવિવારને 4 ઓગસ્ટે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 4 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં 1 જૂનથી 1 ઓગસ્ટ સુધીના બે મહિનામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં જરૂરિયાત કરતાં 19 ટકા વધુ વરસાદ નોંધાયો છે. બે મહિનામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં 389 મિમી જરૂરિયાત સામે અત્યાર સુધીમાં 464 મિમી વરસાદ વરસી ચૂક્યો છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત