Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો બીજો ધમાકેદાર રાઉન્ડનો શરુ થયો છે. દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારને 2 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 123 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વાપીના સોનગઢ અને વ્યારામાં 8 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 9 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સોનગઢમાં 8.66 ઇંચ, વ્યારામાં 8.27 ઇંચ, વઘઇ 7.64 ઇંચ, ઇચ્છલ 6.85 ઇંચ, ડોલવાન 6.57 ઇંચ, વાંસદા 6.54 ઇંચ, ભરૂચ 6.34 ઇંચ, શુબીર 5.87 ઇંચ, ડાંગ આહવા 4.33 ઇંચ, વલોદ 3.58 ઇંચ, નાંદોદ 3.35 ઇંચ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – ગુજરાતમાં ફરી જોવા મળશે મેઘમહેર, પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
આ સિવાય તિલકવાડા 2.76 ઇંચ, ગરુડેશ્વર 2.68 ઇંચ, માંડવી 2.68 ઇંચ, લુણાવાડા 2.60 ઇંચ, પ્રાંતિજ 2.48 ઇંચ, મોરવા હડફ 2.32 ઇંચ, વાલિયા 2.34 ઇંચ, બારડોલી 2.20 ઇંચ, લીમખેડા 2.05 ઇંચ, મહુવા 2.01 ઇંચ, કરજણ 1.97 ઇંચ, નડીયાદ 1.93 ઇંચ, કપડવંડ 1.89 ઇંચ, દસક્રોઇ 1.85 ઇંચ, માંગરોળ, જેતપુર પાવીમાં 1.77 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય 95 તાલુકામાં 1 થી લઇને 44 મીમી વરસાદ વરસ્યો છે.
3 સપ્ટેમ્બરની વરસાદની આગાહી
3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.





