/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Gujarat-monsoon-rain.jpg)
ગુજરાતમાં વરસાદ - Express photo
Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારને 21 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે આણંદના ખંભાતમાં 3 ઇંચ (71 મીમી) વરસાદ થયો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખંભાતમાં 71 મીમી, કઠલાલ 54 મીમી, ડાંગ-આહવા 49 મીમી, વાંસદા 43 મીમી, કુતિયાણા 35 મીમી, સંખેડા 34 મીમી, દાંતા,થાનગઢ 32 મીમી, ધોરાજી 31 મીમી, જેતપુર 29 મીમી, ચોટીલા 27 મીમી, નડીયાદ 24 મીમી, વિજયનગર 23 મીમી, દેવગઢ બારિયા 22 મીમી, ઉપલેટા 21 મીમી વરસાદ વરસ્યો છે.
આ સિવાય સુરત શહેર, સાંતલપુર 20 મીમી, મહેમદાબાદ 17 મીમી, ગારિયાધર 16 મીમી, વીંછિયા, વ્યારા 15 મીમી, મેઘરજ 15 મીમી અને બોરસદમાં 14 મીમી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો - દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી મેઘમહેર જામ્યો, સૌથી વધારે ડાંગ-આહવામાં 4 ઇંચ વરસાદ
22 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 22 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે
જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us