Gujarat Rain: રાજ્યમાં વરસાદ યથાવત્, સુરતના કામરેજમાં સૌથી વધારે 2.52 ઇંચ

Gujarat Rain: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો 21 ઓક્ટોબરને સોમવારના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Rain: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો 21 ઓક્ટોબરને સોમવારના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Forecast, Gujarat Rain

ગુજરાત વરસાદ

Gujarat Weather Forecast, હવામાન વિભાગની આગાહી : દિવાળીને હવે થોડા દિવસોની વાર હોવા છતા રાજ્યમાં હજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો 21 ઓક્ટોબરને સોમવારના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે સુરતના કામરેજમાં 2.52 ઇંચ વરસાદ વરસ્યો છે.

સોમવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. કામરેજ 2.52 ઇંચ, દ્વારકા 1.38 ઇંચ, રાણાવાવ 1.34 ઇંચ, ઘોઘા 1.14 ઇંચ, કેશોદ 1.02 ઇંચ વરસાદ વરસ્યો છે. એટલે કે પાંચ તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

જ્યારે ઓલપાડ 22 મીમી, વિજયનગર 17 મીમી, માળિયા હાટિના 16 મીમી, અમીરગઢ, કોટડા સાંગાંણી 14 મીમી, કુકાવાવ 13 મીમી, સુરત શહેર 12 મીમી, ચોર્યાસી, વઘઇ 9 મીમી, ધરમપુર 7 મીમી, ધારી, વલસાડ, કપરાડા 6 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 28 તાલુકામાં 1 થી લઇને 5 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો - ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા વધી, દેશી-વિદેશી પ્રવાસીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર

વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 22 ઓક્ટોબરે સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ, ભરુચ, નર્મદા, છોટા ઉદેપુર, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, દીવ અને ગીર સોમનાથ વીજળી અને મેઘગર્જના સાથે પવન 30 થી 35 પ્રતિ કિમી કલાક પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

22 ઓક્ટોબરે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

અમદાવાદમાં વહેલી સવારે જ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો

અમદાવાદ શહેર તેમજ આજુ બાજુના વિસ્તારોમાં સોમવારે વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. શહેરમાં વરસાદ પડતાં સ્કૂલે જતાં બાળકો સહિત વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત