Gujarat Rain: રાજ્યમાં મેઘમહેર જામ્યો, સૌથી વધારે મોડાસામાં 3 ઇંચ વરસાદ

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારને 22 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારને 22 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Heavy Rain, Gujarat Rain

ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે (Express photo by Praveen Khanna)

Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારને 22 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે અરવલ્લીના મોડાસામાં 3 ઇંચ (80 મીમી) વરસાદ થયો છે. રાજ્યના 8 તાલુકામાંથી એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. મોડાસા 80 મીમી, સંખેડા 43 મીમી, સરસ્વતી 37 મીમી, પાટણ અને ભાવનગરના મહુઆમાં 36 મીમી, માણસા 35 મીમી, લીલીયા 26 મીમી, મહુધા 25 મીમી, ઉંઝા 24 મીમી, ખેરાલુ, લખતર 22 મીમી, પાલિતાણા 21 મીમી, વીજાપુર, દસક્રોઇ 20 મીમી, નડીયાદમાં 19 મીમી વરસાદ વરસ્યો છે.

આ સિવાય વડાલી 15 મીમી, વિજયનગર 14 મીમી, ખંભાત,વિસાવદર 13 મીમી, અમદાવાદ શહેર 12 મીમી, રાણાવા 11 મીમી, વડગામ અને વિસનગરમાં 10 મીમી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો - ગુજરાત : પ્લાસ્ટિક મુક્ત બનાવવા અનોખી પહેલ, પાંચ રૂપિયાનો સિક્કો નાખો અને કાપડની થેલી મેળવો

23 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમા યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

24થી 26 ઓગસ્ટ દરમિયાન પશ્ચિમ ભાગના વિસ્તારો સિવાય ગુજરાતમાં તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત 26-27 ઓગસ્ટે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો જાહેર કરવામાં આવ્યું છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત