/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-Monsoon-2024-.jpg)
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ. (Express photo by Gajendra Yadav)
Gujarat Weather Forecast : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદના વિરામ બાદ જોવા મળ્યો હતો. જોકે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. આજથી આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
23 સપ્ટેમ્બરની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23 સપ્ટેમ્બરે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર જિલ્લાના અમુક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારને 22 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી બપોરના 4 વાગ્યા સુધીમાં 12 તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડ અને ઉમરગામમાં 18 મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી.
રવિવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડ, ઉમરગામ 18 મીમી, ઓલપાડ 15 મીમી, પારડી 9 મીમી, વાપી 7, વિજયનગર અને જલાલપોરમાં 5 મીમી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો - સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, સતર્કતાથી દુર્ઘટના ટળી
રાજ્યમાં સિઝનનો 125.28 ટકા વરસાદ
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં (22 સપ્ટેમ્બર સુધી) 125.28 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 183.32 ટકા, ઉત્તર ગુજરાતમાં 107.76 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 121.38 ટકા, સૌરાષ્ટ્રમાં 129.80 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 129.57 ટકા વરસાદ નોંધાયો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો સંગ્રહ 324266 mcft છે. જે કૂલ સંગ્રહ ક્ષમતાના 97.06% જેટલી છે. રાજયના અન્ય 206 જળાશયોમા સંગ્રહ 500951 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 89.81% છે. 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 109 છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us