Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘમહેર, વલસાડના પારડીમાં 4.17 ઇંચ વરસાદ

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારને 23 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારને 23 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Forecast, Gujarat Rain

ગુજરાત વરસાદ

Gujarat Weather Forecast : રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારને 23 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડના પારડીમાં 4.17 ઇંચ વરસાદ વરસ્યો છે.

સોમવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. પારડી 106 મીમી (4.17 ઇંચ), વાપી 45 મીમી (1.77 ઇંચ), વાંસદા 24 મીમી, પલસાણા 20 મીમી, મહુવા 11 મીમી, ધરમપુર, ગરબડા 10 મીમી, ઉના 8 મીમી, બારડોલી 6 મીમી, ચીખલી, વલસાડ 5 મીમી, સુરત 4 મીમી, શુબીર 3 મીમી, ડાંગ-આહવા, ખેરગામ, નવસારી 2 મીમી, ચોર્યાસી અને નવસારીમાં 1 મીમી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો - દાહોદની : પ્રિન્સિપાલે 6 વર્ષની બાળકીને કર્યા અડપલાં, ચીસો પડતા ગળું દબાવી કરી હત્યા

24 સપ્ટેમ્બરની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. 25 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં વરસાદની વિદાય હજુ થઇ નથી. આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. જોકે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે નહીં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત