/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Rain-1-1.jpg)
Gujarat Rain: ગુજરાત વરસાદ (Express photo - Nirmal Harindran)
Gujarat Weather Forecast : રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે બફારાના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી ન હતી. અમદવાદમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારને 24 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં 25 મીમી વરસાદ વરસ્યો છે.
મંગળવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખેરગામ 25 મીમી, વલસાડ 24 મીમી, ચીખલી 22 મીમી, વડોદરા 17 મીમી, લીલીયા 12 મીમી, વિજાપુર 8 મીમી, ઉમરગામ, કપરાડા, પારડી, બાવળામાં 7 મીમી, હાલોલ, ઓલપાડ અને ધરમપુરમાં 6 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 24 તાલુકામાં 1 થી લઇને 5 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
25 સપ્ટેમ્બરની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. જોકે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે નહીં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા છે.
આ પણ વાંચો - દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘમહેર, વલસાડના પારડીમાં 4.17 ઇંચ વરસાદ
રાજ્યમાં સિઝનનો 125.98 ટકા વરસાદ
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં (24 સપ્ટેમ્બર સુધી) 125.98 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 183.32 ટકા, ઉત્તર ગુજરાતમાં 107.81 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 122.69 ટકા, સૌરાષ્ટ્રમાં 129.82 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 130.97 ટકા વરસાદ નોંધાયો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો સંગ્રહ 329985 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 97.77% જેટલી છે. રાજયના અન્ય 206 જળાશયોમા સંગ્રહ 514117 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 90.38% છે. 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 105 છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us