Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, સૌથી વધારે ઘોઘામાં 4.53 ઇંચ વરસ્યો

Gujarat Weather Forecast : મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

Gujarat Weather Forecast : મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain data, Gujarat rain updates, Gujarat Monsoon Forecast

ગુજરાતમાં વરસાદ - Photo - Social media

Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારને 26 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ભાવનગરના ઘોઘામાં 4.53 ઇંચ વરસાદ વરસ્યો છે.

ગુરુવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ઘોઘા 4.53 ઇંચ, વલ્લભીપુર 3.98 ઇંચ, પાલિતાણા 3.62 ઇંચ, ભાવનગર 3.39 ઇંચ, શિહોર 3.15 ઇંચ, ઉના 3.03 ઇંચ, કોડીનાર 2.80 ઇંચ, ગીર ગઢડા 2.36 ઇંચ, સુત્રાપાડા 2.24, મહુવા 2.05, માળિયા હાટિના, ઉમરગામ 2.01 ઇંચ, જાફરાબાદ, ખેરગામ 1.97 ઇંચ, મહેસાણા 1.65 ઇંચ, તળાજા, ભિલોડા 1.54 ઇંચ, તલાલા 1.46 ઇંચ, પારડી 1.38 ઇંચ, ભેંસાણ 1.30 ઇંચ, વાપી 1.22 ઇંચ, મેંદરડા, અને લીલીયામાં 1.06 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય 114 તાલુકામાં 1 થી લઇને 25 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 27 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સામે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, તાપી અને ડાંગમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો - રાજ્યમાં ફરી મેઘમહેર જામ્યો, સૌથી વધારે સુરતમાં 2.83 ઇંચ વરસાદ

મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 42 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત