Gujarat Rain: બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યમાં 196 તાલુકામાં વરસાદ, દેવભૂમિ દ્વારકામાં બારે મેગ ખાંગા

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારને 27 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારને 27 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat rain

ગુજરાતમાં ભારે વરસાદ - photo Social media

Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો ધમાકેદાર રાઉન્ડ શરુ થયો છે. સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. સર્વત્ર પાણી જ પાણી ફરી વળ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારને 27 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે પોરબંદરના રાણાવાવમાં 9.5 ઇંચ (240 મીમી) વરસાદ વરસ્યો છે. રાજ્યના 7 તાલુકામાંથી 8 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં બારે મેગ ખાંગા

આજે સવારથી જ મેઘરાજા સૌરાષ્ટ્ર વિસ્તારમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને દેવભૂમી દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 28 ઓગસ્ટ 2024, બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી 196 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં પોણા 7 ઇંચ, ખંભાળિયામાં સાડા પાંચ ઇંચ, ભાણવડમાં 4 ઇંચ, કલ્યાણપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

મંગળવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાણાવાવમાં 240 મીમી (9.5 ઇંચ), ભાણવડ 215 મીમી (8.5 ઇંચ), ખંભાળિયા 209 મીમી (8 ઇંચ), લોધિકા 205 મીમી (8 ઇંચ), પોરબંદર 204 મીમી (8 ઇંચ), કલ્યાણપુર 201 મીમી (8 ઇંચ), જામ જોધપુર 199 મીમી (8 ઇંચ), કોડટા સાંગાણી 195 મીમી (8 ઇંચ), જામનગર 190 મીમી (7.5 ઇંચ), કાલાવાડ 187 મીમી (7.5 ઇંચ)અને લાલપુરમાં 176 મીમી (7.5 ઇંચ)વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો - હજુ બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ભારે, હવામાન વિભાગની ખતરનાક આગાહી

આ સિવાય દ્વારકા 143 મીમી, ગોંડલ 138 મીમી, જામકંડોરાના 127 મીમી, ધોરાજી 124 મીમી, વિસાવદર 111 મીમી, કુતિયાણા, નડીયાદ 103 મીમી, વંથલી 102 મીમી, મહુધા 101 મીમી, વાંકાનેર અને કેશોદમાં 100 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યના 24 તાલુકામાંથી 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

28 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી

28 ઓગસ્ટને બુધવારના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, પોરબંદર, ગીર સોમનાથ, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત