Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 147 તાલુકામાં વરસાદ, સૌથી વધારે ભાવનગરના મહુવામાં 4.37 ઇંચ

Gujarat Rain: હવામાન વિભાગે 29 સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. શનિવારે 6 તાલુકામાંથી 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો

Gujarat Rain: હવામાન વિભાગે 29 સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. શનિવારે 6 તાલુકામાંથી 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rain, Gujarat Rain

ગુજરાત વરસાદ (પ્રતિકાત્મક તસવીર)

Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો ધમાકેદાર રાઉન્ડ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શનિવારને 28 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ભાવનગરના મહુવામાં 4.37 ઇંચ વરસાદ વરસ્યો છે.

શનિવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. મહુવા 4.37 ઇંચ, ડોલવણ 2.52 ઇંચ, તલોદ 2.44 ઇંચ, વાગરા 2.13 ઇંચ, જેસર 2.05 ઇંચ, ઉમરપાડા 2.01 ઇંચ, જામકંડોરાના 1.97 ઇંચ, માલપુર, ઓલપાડ 1.73 ઇંચ, જેતપુર 1.57 ઇંચ, વાપી 1.54 ઇંચ, કપરાડા 1.42 ઇંચ, ધરમપુર 1.30 ઇંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે ગઢડા, નવસારી, ગોંડલ, જલાલપોરમાં 1.18 ઇંચ, મેઘરજ, ઉમરગામમાં 1.14 ઇંચ, સુરત શહેરમાં 1.10 ઇંચ, તિલકવાડા, ભાણવડ 1.06 ઇંચ અને સુરતના મહુવામાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય 124 તાલુકામાં 1 થી લઇને 25 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

29 સપ્ટેમ્બરે વરસાદની આગાહી

હવામાન વિભાગે 29 સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ પણ વાંચો - ગુજરાતમાં શિક્ષણ સહાયકોની બમ્પર ભરતી, કોણ કરી શકશે અરજી

જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત