Gujarat Rain: રાજ્યમાં મેઘમહેર યથાવત્, સૌથી વધારે વિસાવદરમાં 4.02 ઇંચ

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારને 29 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારને 29 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast, Gujarat Rain

Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. (Express Photo By Bhupendra Rana)

Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારને 29 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વિસાવદરમાં 4.02 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વડોદરામાં 3.78 ઇંચ વરસાદ વરસ્યો છે.

રવિવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. વિસાવદર 4.02 ઇંચ, વડોદરા 3.78 ઇંચ, જૂનાગઢ 3.11 ઇંચ, પાદરા 2.87 ઇંચ, ગીર ગઢડા 2.36 ઇંચ, ખાંભા, ડેડિયાપાડા 2.09 ઇંચ, ઉના 1.93 ઇંચ, ભિલોડા 1.65 ઇંચ, ભેંસાણ 1.50 ઇંચ, બરવાળા, ગઢડા 1.38 ઇંચ, તલાલા 1.34, મેંદરડા 126, ધોલેરા 1.18 ઇંચ, ધંધુકા, સતલાસણ 1.14 ઇંચ, વડાલી, નડીયાદ 1.06 ઇંચ અને આંકલાવ 1.02 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય 97 તાલુકામાં 1 થી લઇને 23 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારબાદ 24 કલાક પછી વરસાદની તીવ્રતા ઓછી થશે અને ઓક્ટોબરથી જ વરસાદની સંભાવના નહીંવત બની જશે. નવરાત્રિ દરમિયાન પણ વરસાદ વિધ્ન બને તેવી શક્યતા ઓછી છે. ફક્ત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા હળવો વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો - નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, 99.25 ટકા ભરાયો, નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા

ચોમાસાની સિઝનમાં કેટલો વરસાદ વરસ્યો

રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 134.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 184.86 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 142.12 ટકા, દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 138.85 ટકા, મધ્ય ગુજરાતમાં 130.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં 113.07 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

નર્મદા ડેમની સપાટી 138.46 મીટરે પહોંચી

નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે. ગુજરાતમાં હાલ બધાં ડેમમાં કુલ મળીને 93.09 ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. નર્મદા ડેમની સપાટી 138.46 મીટરે પહોંચી છે. જ્યારે નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 22 સેમી બાકી છે. જેના કારણે નર્મદા ડેમના 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત