Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો બીજો ધમાકેદાર રાઉન્ડનો શરુ થયો છે. દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારને 3 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ભરુચના વાલિયામાં 6.14 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 14 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભરુચના વાલિયામાં 6.14, નેત્રંગ 5 ઇંચ, ઉમરપાડા 4.13 ઇંચ, વલસાડ 4.09 ઇંચ, જોટાણા 3.74 ઇંચ, વાપી 3.35 ઇંચ, પલસાણા 3.03 ઇંચ, પારડી 2.72 ઇંચ, માંગરોળ 2.60 ઇંચ, રાપર અને ખેરગામમાં 2.56 ઇંચ, ઉમરગામમાં 2.36 ઇંચ, કપરાડા 2.32 ઇંચ અને મહુવામાં 2.09 ઇંચમાં વરસાદ વરસ્યો છે.
આ સિવાય સુરતના માંડવીમાં 1.77 ઇંચ, ડીસા અને હળવદ 1.69 ઇંચ, સુરત 1.54, બારડોલી અને ધરમપુરમાં 1.50 ઇંચ, લાખણી 1.42 ઇંચ, ડભોઇ અને ઝઘડિયામાં 1.38 ઇંચ, કામરેજ 1.30 ઇંચ, ચીખલી 1.26 ઇંચ, ઓલપાડ 1.18 ઇંચ, બગસરા 1.10 ઇંચ, મુન્દ્રા, સાંતલપુર અને પાદરામાં 1.06 ઇંચ, વાલોદ અને ભિલોડામાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય 159 તાલુકામાં 1 થી લઇને 25 મીમી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ શરુ, સોનગઢ અને વ્યારામાં 8 ઇંચથી વધારે વરસાદ
4 સપ્ટેમ્બરની વરસાદની આગાહી
4 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, અમરેલી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, ડાંગમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.





