Gujarat Rain: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, ફક્ત એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારને 30 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારને 30 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Forecast, Gujarat Rain

ગુજરાત વરસાદ

Gujarat Weather Forecast : રાજ્યમાં સતત ચાર દિવસ ભારે વરસાદ વરસ્યા પછી હવે વરસાદનું જોર ઘટ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારને 30 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છના મુન્દ્રામાં 26 મીમી (1 ઇંચ) વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ફક્ત એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. મુન્દ્રામાં 26 મીમી, અંજાર, વેરાવળ, ભાભરમાં 18 મીમી, દ્વારકા 16 મીમી, દાંતીવાડા 15 મીમી, માંડવી 14 મીમી, ખેરાલું, નખત્રાણા 12 મીમી અને હિંમતનગરમાં 10 મીમી વરસાદ વરસ્યો છે. અન્ય 59 તાલુકામાં 1 થી લઇને 9 મીમી સુધી વરસાદ નોંધાયો છે.

31 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો - જાતે બનાવી બોટ, લોકોના પણ બચાવ્યા જીવ… પૂર વચ્ચે ગુજરાતમાં જોવા મળી રસપ્રદ સંઘર્ષની કહાની

1 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 31 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 882 મીમી વરસાદ નોંધાયો

IMD વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કચ્છમાં ખૂબ જ ભારે વરસાદ થયો છે. ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 882 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 50% વધુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત