Gujarat Rain: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, બે તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ

Gujarat Rain: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારને 30 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Rain: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારને 30 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain, Gujarat, Rain

Gujarat Rain: ગુજરાત વરસાદ (Express photo - Nirmal Harindran)

Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ : રાજ્યમાં વરસાદની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે તેવા સમયે વરસાદનું જોર ઘટી રહ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારને 30 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 14 કલાકમાં ફક્ત બે જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

સોમવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. અમરેલી 47 મીમી, વડાલી 36 મીમી, કલોલ 21 મીમી, ગાંધીનગર 19 મીમી, ખાંભા 18 મીમી, વેરાવળ 17 મીમી,ઉમરાળા, સુત્રાપાડા, બગસરા 14 મીમી, વાપી, કેશોદ, ખાનપુર, કડાણા 13 મીમી, સાણંદ 12 મીમી, ખેડબ્રહ્મા 11 મીમી, બાબરા, માલપુર, તલાલા 10 મીમી, તલોદ, વંથલી, ઉના 6 મીમી, વિજાપુર 5 મીમી, રાણાવાવ, મોડાસા, લુણાવાડા 4 મીમી, ઓલપાડ, સાવરકુંડલા, રાજુલા 3 મીમી અને લીલીયામાં 1 મીમી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો - અમદાવાદ : ઠગ ટોળકી 2100 ગ્રામ સોનું લઇને ફરાર, 500ની નોટો પર હતી અનુપમ ખેરની તસવીર

વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1 ઓક્ટોબરે અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપરુ, નર્મદા, ભરૂચ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ. દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ , દમણ, દાદરા નગર હવેલીમાં અમકુ સ્થળોએ જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટા છવાયા સ્થળોએ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પ્રદેશના બાકી ભાગોમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 ઓક્ટોબર દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ , દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત