/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Gujarat-rain-fall-data.jpg)
ગુજરાતમાં વરસાદ, Express photo
Gujarat Rain Updates, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 34 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢના વિસાવદરમાં 26 એમએમ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ વલસાડના ધરમપુર અને કપરાડામાંમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
હવામાન વિભાગે જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા એમએમમાં દર્શાવવામાં આવ્યા છે.
| જિલ્લા | તાલુકા | વરસાદ (MM) |
| જૂનાગઢ | વિસાવદર | 26 |
| વલસાડ | ધરમપુર | 25 |
| સુરેન્દ્રનગર | થાનગઢ | 21 |
| ભરૂચ | અંકલેશ્વ | 19 |
| અમરેલી | રાજુલા | 16 |
| નવસારી | ખેરગામ | 15 |
| વલસાડ | વલસાડ | 12 |
| ભાવનગર | પાલિતાણા | 11 |
| વલસાડ | ઉમરગામ | 11 |
| અમરેલી | બાબરા | 10 |
| અમરેલી | કુંકાવાવ વાડિયા | 10 |
| ગીર સોમનાથ | વેરાવળ | 9 |
| જૂનાગઢ | માંગરોલ | 7 |
| ભાવનગર | શિહોર | 7 |
| સુરત | સુરત | 6 |
| ગીર સોમનાથ | સુત્રાપાડા | 6 |
| ભરૂચ | ઝઘડિયા | 4 |
| ભાવનગર | ગારિયાધાર | 4 |
| ગીર સોમનાથ | કોડિનાર | 4 |
| નવસારી | વાંસદા | 4 |
| તાપી | વ્યારા | 4 |
| ભરૂચ | હાંસોટ | 3 |
| સુરત | ઓલપાડ | 2 |
| ભરૂચ | વાલિયા | 2 |
| સુરત | પલસાણા | 2 |
| ડાંગ | આહવા | 2 |
| ભરૂચ | ભરૂચ | 1 |
| બોટાદ | રાનપુર | 1 |
| ગીર સોમનાથ | ઉના | 1 |
| અમરેલી | ધારી | 1 |
| નવસારી | ચિખલી | 1 |
| તાપી | વાલોડ | 1 |
| વડોદરા | સિનોર | 1 |
હવામાન વિભાગની આજની આગાહી
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે 19 જૂન 2024, બુધવારના દિવસે વડોદારા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલમા વીજળીના કડાકા ભડાકા, ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત અમદાવાદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદ પડવાની પણ શક્યતાઓ છે. તેમજ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દિવસમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Gujarat-monsoon-weather-forecast.jpg)
અમદાવાદમાં ક્યારે પડશે વરસાદ?
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 19 જૂન 2024, બુધવારના દિવસે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. મંગળવારે રાત્રે અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જોકે, સારા વરસાદ માટે અમદાવાદીઓ હજી રાહ જોઈ રહ્યા છે. કારણ કે અમદાવાદમાં હજી પણ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો છે.
આ પણ વાંચો
- સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત્, અમરેલીમાં બાબરામાં પોણા બે ઇંચ વરસાદ
- રેલવે ટ્રેક પર સિંહની જાનહાની ટળી, ગુજરાત વન વિભાગની સરાહનીય કામગીરી
ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ
એક તરફ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં હજી પણ ગરમીએ તોબા પોકારી દીધી છે. ગુજરાતમાં હજી પણ ગરમી ઘટવાનું નામ નથી લેતી. ગુજરાતમાં મંગળવારે ગરમીનો પારો 42 ડિગ્રી મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો. 42.1 ડિગ્રી સાથે વિદ્યાનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્યારબાદ 41 ડિગ્રી સાથે અમદાવાદ બીજા ક્રમે અને 40.8 ડિગ્રી સાથે ગાંધીનગર ત્રીજા સ્થાને રહ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us