Gujarat Rain: રાજ્યમાં મેઘમહેર યથાવત્, પાટણના સાંતલપુરમાં 2.40 ઇંચ વરસાદ

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારને 4 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારને 4 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Heavy Rain, Gujarat Rain

Gujarat Rain: ગુજરાતમાં વરસાદ (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો ધમાકેદાર રાઉન્ડનો શરુ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારને 4 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે પાટણના સાંતલપુરમાં 2.40 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 5 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સાતલપુર 2.40 ઇંચ, રાધનપુર 2.17 ઇંચ, લાખણી 1.50 ઇંચ, પોશિના 1.22 ઇંચ, મહુવા 1.02 ઇંચ, અમીરગઢ 25 મીમી, સુઇગામ 24 મીમી, નખત્રામા 23 મીમી, શંખેશ્વર 21 મીમી, બેચરાજી 20 મીમી વરસાદ વરસ્યો છે.

આ સિવાય ખંભાત 19 મીમી, લોધિકા, દસક્રોઇ, ધાનેરા, વિસનગરમાં 18 મીમી, સમી 16 મીમી, કોટડા સાંગણી, તળાજા, મહેસાણા અને જોટાણા 15 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 86 તાલુકામાં 1 થી લઇને 14 મીમી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો - સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત દેશભરમાં પ્રથમ સ્થાને, આટલો શહેરોને રાખ્યા પાછળ

વરસાદની આગાહી

હવામાનની આગાહી પ્રમાણે 5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, નવસારી, વલસાડ, ભરુચ, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે.

6 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. 7 સપ્ટેમ્બરેના રોજ બનાસકાંઠા, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત