Gujarat Rain : વરસાદ ધીમો પડ્યો, ફક્ત બે તાલુકામાં જ 2 ઇંચથી વધારે વરસાદ

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 5 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 5 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Rain In Gujarat, Gujarat Rain, Gujarat, Rain

Gujarat Rain: ગુજરાતમાં વરસાદ. (Express Photo by Praveen Khanna)

Gujarat Rain: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 5 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. સોમવારે ફક્ત 2 જ તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. કપરાડામાં 31 મીમી, આણંદમાં 29 મીમી, કરજણ 21 મીમી, વડાલી 18 મીમી, જેતપુર પાવી 17 મીમી, બોરસદ 16 મીમી, પોશિના 15 મીમી, સિદ્ધપુર, ગોધરા 14 મીમી, ડીસા, વલોદ 13 મીમી, ગરુડેશ્વર 12 મીમી, ગોંડલ, શીંગવાડ, ગીર ગઢડા 11 મીમી, સોજિતા અને છોટા ઉદેપુરમાં 10 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 127 તાલુકામાં 1 થી લઇને 9 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

મંગળવારને 6 ઓગસ્ટે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા 6 ઓગસ્ટને મંગળવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર-હવેલીમાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - ગુજરાત વરસાદ સમાચાર : ચાર જિલ્લામાં રેડ એલર્ટ, પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર- ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 67 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 86 ટકાથી વધુ થયો છે. દક્ષિણ ગુજરાતમાં 81 ટકાથી વધુ, સૌરાષ્ટ્ર ઝોનમાં 77 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં 50 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 48 ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત