/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Heavy-Rain.jpg)
ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે (Express photo by Praveen Khanna)
Gujarat Rain : રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે 6 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 96 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે તાપીના નિઝરમાં 17 મીમી વરસાદ વરસ્યો છે. મંગળવારે એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. નિઝરમાં 17 મીમી, શિનોર 15 મીમી, આંકલાવ 13 મીમી, વ્યારા,ભિલોડા 10 મીમી, ધાનેરા 9 મીમી, પારડી, માળિયા હાટીના 7 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 88 તાલુકામાં 1 થી લઇને 6 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
બુધવારને 7 ઓગસ્ટે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાતમી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો - અમદાવાદ : સ્કૂલની ફીમાં થયો વધારો, મોરબીમાં સામૂહિક આપઘાત
જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us