Gujarat Rain: રાજ્યમાં 8 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ, સૌથી વધારે માણસામાં 2.99 ઇંચ

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારને 6 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારને 6 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Heavy Rain, Gujarat Rain

ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે (Express photo by Praveen Khanna)

Gujarat Weather Forecast : રાજ્યમાં હજુ પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. હવે ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારને 6 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ગાંધીનગરના માણસામાં 2.99 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 8 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. માણસામાં 2.99 ઇંચ, દહેગામમાં 2.83 ઇંચ, નાંદોદ 2.32 ઇંચ, કપડવંડ 2.09 ઇંચ, સિનોર 1.97 ઇંચ, ગરુડેશ્વર 1.65 ઇંચ, કપરાડા 1.57 ઇંચ અને જેસર 1.14 ઇંચમાં ઇંચ વરસાદ પડ્યો છે.

જ્યારે તિલકવાડા 25 મીમી, કુકરમુંડા 24 મીમી, ગોધરા 23 મીમી, ધરમપુર, નિઝર 21 મીમી, ઉચ્છલ, બાલાસિનોર, છોટા ઉદેપુર 19 મીમી, મહુવા, સાગબારા 18 મીમી, લીંબડી, ગલતેશ્વર, સિંગવડ 17 મીમી, ભાવનગર, નેત્રંગ 16 મીમી, તલોદ, શિહોર, ઝાલોદ, શુબીર અને સાંજલીમાં 15 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 73 તાલુકામાં 1 થી લઇને 14 મીમી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો - સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત દેશભરમાં પ્રથમ સ્થાને

વરસાદની આગાહી

7 સપ્ટેમ્બરના રોજ વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો મહિસાગર, અરવલ્લી છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. એટલે કે ઓરેન્જ એલર્ટ છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભાવનગર અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલ્લો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત