Gujarat Rain : રાજ્યમાં 75 તાલુકામાં મેઘમહેર, વડોદરામાં ચાર કલાકમાં 3.5 ઇંચ વરસાદ

Gujarat Weather Update : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવાર 8 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 75 તાલુકામાં વરસાદ નોંધાયો

Gujarat Weather Update : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવાર 8 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 75 તાલુકામાં વરસાદ નોંધાયો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain data, Gujarat rain updates, Gujarat Monsoon Forecast

ગુજરાતમાં વરસાદ - Express photo by Nirmal Harindran

Gujarat Rain : રાજ્યમાં મધ્ય ગુજરાતમાં ફરી વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવાર 8 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વડોદરામાં 3.5 ઇંચ (90 મીમી )વરસાદ વરસ્યો છે. ગુરુવારે સાત તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. વડોદરા 90 મીમી, બોરસદ 55 મીમી, જાબુંઘોડા 34 મીમી, જેતપુર પાવી 33 મીમી, સુરત શહેર 29 મીમી, પેટલાદ 28 મીમી, બોડેલી 25 મીમી , આંકલાલ 18 મીમી, સોનગઢ 18 મીમી, ઉચ્છલ 13 મીમી, સમી,હળવદ, છોટા ઉદેપુર 12 મીમી, સોજીત્રા, વાઘોડિયા અને ડભોઈમાં 9 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 57 તાલુકામાં 1 થી લઇને 7 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

શુક્રવારને 9 ઓગસ્ટે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 9 મી ઓગસ્ટે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો - અમદાવાદ : સ્કૂલની ફીમાં થયો વધારો, મોરબીમાં સામૂહિક આપઘાત

જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત