Gujarat Rain: રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી, 8 તાલુકામાં એક ઇંચથી વધારે વરસ્યો

Gujarat Weather Forecast : રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદની ગતિ ધીમી પડી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે અરવલ્લીના ભિલોડામાં 2.56 ઇંચ વરસાદ વરસ્યો છે

Gujarat Weather Forecast : રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદની ગતિ ધીમી પડી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે અરવલ્લીના ભિલોડામાં 2.56 ઇંચ વરસાદ વરસ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather, Gujarat Rain, Gujarat, Rain

Gujarat Weather Forecast : ગુજરાતમાં વરસાદની આગાહી (Express photo by Pradip Das)

Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ : રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદની ગતિ ધીમી પડી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારને 8 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે અરવલ્લીના ભિલોડામાં 2.56 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 8 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

રવિવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભિલોડામાં 65 મીમી (2.56 ઇંચ), બાલાસિનોર 55 મીમી (2.17 ઇંચ), ઉમરગામ 52 મીમી (2.05 ઇંચ), મોરવા હડફ 50 મીમી, (1.97 ઇંચ), લુણાવાડા 40 મીમી (1.57 ઇંચ), મહેસાણા 32 મીમી (1.26 ઇંચ), વિજાપુર 28 મીમી (1.10 ઇંચ), શેહરા 26 મીમી (1.02 ઇંચ), ગણદેવી, સંતરામપુર 22 મીમી, પ્રાંતિજ અને સિંગવડ 19 મીમી અને સાંજેલી 18 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 48 તાલુકામાં 1 થી લઇને 9 મીમી વરસાદ વરસ્યો છે.

વરસાદની આગાહી

9 સપ્ટેમ્બરના રોજ વરસાદની આગાહીની વાત કરવામાં આવે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ છે. 10 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો સાબરકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલ્લો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો - અહીં જુઓ વરસાદના તમામ ન્યૂઝ

રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની રહી છે. જેના પગલે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં સિઝનનો 49 ટકા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 82 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત