/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-Heavy-Rain-1-1.jpg)
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
Gujarat Weather Forecast : રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદની ગતિ ધીમી પડી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારને 9 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વાપીમાં 1.61 ઇંચ વરસાદ વરસ્યો છે.
સોમવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. વાપી 1.61 ઇંચ, નસવાડી 1.50 ઇંચ, વાલોદ 1.50 ઇંચ, ડોલવાન 1.26 ઇંચ અને ઠાસરામાં 1.06 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ફક્ત 5 જ તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
જ્યારે પારડી 25 મીમી, કપરાડા 23 મીમી, ધનપુર 21 મીમી, છોટા ઉદેપુર 20 મીમી, હાલોલ અને સંખેડા 19 મીમી, જેતપુર પાવી 18 મીમી, જાબુંઘોડા 17 મીમી, દેવગઢબારીયા 15 મીમી, ધરમપુર 14 મીમી, ફતેપુરા, ખેડબ્રહ્મા 13 મીમી, સાગબારા, ઉચ્છલ 12 મીમી, ગરબડા, ડાંગ આહવા 11 મીમી અને માણાવદર 10 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 24 તાલુકામાં 1 થી લઇને 9 મીમી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો - સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સ્થિતિ વણસી, પોલીસનો લાઠીચાર્જ, 33 આરોપીની ધરપકડ
વરસાદની આગાહી
10 સપ્ટેમ્બરના રોજ વરસાદની આગાહીની વાત કરવામાં આવે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલ્લો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની રહી છે. જેના પગલે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં સિઝનનો 49 ટકા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 82 ટકા વધુ વરસાદ નોંધાયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us