ગુજરાત વરસાદ : બપોરમાં વરસાદની જમાવટ, 51 તાલુકામાં વરસાદ, મહુવામાં બે કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો

Gujarat Weather Report, Gujarat Weather Updates, ગુજરાત વરસાદ : વરસાદે 24 કલાકમાં મોરબીના ટંકારાને ઘમરોળ્યું હતું. અહીં ચાડા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો અહીં વાંચો ગુજરાતના કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો?

Gujarat Weather Report, Gujarat Weather Updates, ગુજરાત વરસાદ : વરસાદે 24 કલાકમાં મોરબીના ટંકારાને ઘમરોળ્યું હતું. અહીં ચાડા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો અહીં વાંચો ગુજરાતના કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો?

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rainfall Updates 24th June 2024

ગુજરાત વરસાદ અપડેટ્સ 24 જૂન 2024

Gujarat Rain data, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. દરરોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 84 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાંથી સૌથી વધારે વરસાદ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં પડ્યો હતો. અહીં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.

બપોરમાં વરસાદની જમાવટ, 51 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુરુવારે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી 51 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ભાવનગર અને મહુવામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. બોટાદના ગઢડામાં અને ભાવનગરના ઘોઘામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં બે કલાકના સમયગાળાના વરસાદના આંકડા આપવામાં આવ્યા છે.

બે કલાકમાં 27 તાલુકામાં વરસાદ, રાજકોટના જેતપુરમાં સવા ઈંચ વરસાદ

સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીના બે કલાકના સમયમાં ગુજરાતના 27 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે રાજકોટના જેતપુરમાં 30 એમએમ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારબાદ બોટાદના ગઢડા અને જૂનાગઢના માણાવદરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

ટંકારામાં સાડા ચાર ઈંચ તો કોડીનારમાં ત્રણ ઈંચ વરસાદ

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 84 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં મોરબીના ટંકારામાં સાડા ચાર ઈંચ જેટલો તો ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચથી વધુ, રાજકોટના ગોંડલમાં ત્રણ ઈંચ, જૂનાગઢમાં પણ ત્રણ ઈંચ જ્યારે જૂનાગઢ શહેરમાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દાંતા તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટના જેતપુરમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

14 તાલુકામાં એકથી બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

વરસાદના આંકડાની વાત કરીએ તો રાજ્યના 14 તાલુકા એવા છે જેમાં એક ઈંચથી લઈને બે ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. નીચેના કોષ્ટકમાં વરસાદના આંકડા દર્શાવવામાં આવ્યા છે.

જિલ્લોતાલુકોવરસાદ(MM)
રાજકોટજેતપુર49
ગીર સોમનાથસુત્રાપાડા47
જામનગરકાલાવડ42
જૂનાગઢમેંદરડા42
ગીર સોમનાથવેરાવળ32
મોરબીવાંકાનેર32
સાબરકાંઠાઈડર31
સુરતઉમરપાડા29
પંચમહાલમોરવા હડફ29
જૂનાગઢમાંગરોળ28
મોરબીહળવદ25
વડોદરાડભોઈ25
છોટાઉદેપુરછોટાઉદેપુર25
જામગરલાલપુર24

24 કલાકમાં વરસાદે 24 તાલુકામાં માત્ર હાજરી પુરાવી

છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો ગુજરાતના 24 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. આ વિસ્તારોમાં માત્ર એક અને બે એમએમ વરસાદ નોંધાયો હતો. આપેલી પીડીએફ જોઈ શકાશે ક્યાં કેટલો વરસાદ પડ્યો.

આ પણ વાંચો

આજે ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 27 જૂન 2024, ગુરુવારના રોજ આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, દીવ તેમજ કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત