Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાત ઉપર છેલ્લા થોડા દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 212 તાલુકામાં મેઘ મહેર રહી હતી. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો હતો. અહીં 3.58 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 21 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 22 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયમાં ગુજરાતમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો હતો. નીચેના કોષ્ટકમાં વલસાડ જિલ્લામાં કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો એ માહિતી આપવામાં આવી છે.
તાલુકો વરસાદ(ઈંચમાં) પારડી 3.58 ધરમપુર 2.72 ખેરગામ 2.13 વલસાડ 1.97 ઉમરગામ 1.69 વાપી 1.42
રાજ્યના 30 તાલુકામાં 1થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં 30 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં મોટાભાગના જિલ્લા મધ્ય અને દક્ષિણ ગુજરાત છે. કેટલાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તાલુકાનો પણ સમાવેશ થાય છે.

વરસાદે 18 તાલુકામાં માત્ર હાજરી પુરાવી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં પડેલા વરસાદમાં 18 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. આ તાલુકાઓમાં 1-2 એમએમ વરસાદ જ નોંધાયો છે. અહીં નામ માત્ર જ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચોઃ- Gujarat : વિકસિત ગુજરાત @2047 અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલને વહીવટી સુધારણા માટે GARCનો ચોથો ભલામણ રિપોર્ટ સોંપાયો
24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ PDF
ઉત્તર ગુજરાત અને કચ્છમાં પડશે ભારે વરસાદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘ રાજાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી છે. આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.





