Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં વરસાદની સિસ્ટમો સક્રિય થતાં એકવાર ફરીથી મેઘરાજા બેટિંગ કરવા માટે મેદાનમાં આવી ગયા છે. રાજ્યમાં વરસાદ એક્ટિવ થતાં જ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. અહીં 24 કલાકમાં 11.30 ઈંચ વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
ગીર સોમનાથમાં મેઘાની ધમાકેદાર બેટિંગ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 18 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યાથી 19 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પડ્યો હતો. જિલ્લાના મોટાભાગના તાલુકામાં રાજ્યનો સૌથી વધારે વરસાદ નોંધાયો હતો.નીચે કોષ્ટકમાં જુઓ ગીર સોમનાથ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો.
તાલુકો વરસાદ(ઈંચમાં) સુત્રાપાડા 11.3 વેરાવળ 5.67 કોડિનાર 4.96 ગીર ગઢડા 4.84 ઉના 2.6 તાલાલા 2.56
રાજ્યના 20 તાલુકામાં 1થી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથમાં પડ્યો છે. જ્યારે 20 તાલુકા એવા છે જ્યાં 1થી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃ- આસારામની હાલત ખરાબ, ટેકા વગર ચાવલું મુશ્કેલ, સિવિલ હોસ્પિટલની બહાર ભીડ એકઠી થઈ
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ PDF
17 તાલુકામાં વરસાદની માત્ર હાજરી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં હજી પણ 17 તાલુકા એવા છે. જ્યાં નામ માત્રનો વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.