Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં 3.98 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નવસારીના ખેરગામમાં 3.19 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 25 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 26 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયમાં ગુજરાતમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધારે 3.98 ઈંચ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં વરસાદની માત્રા અને વિસ્તાર ઘટ્યા
વરસાદના મળતા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં વરસાદ પડવાનો વિસ્તાર અને વરસાદની માત્રા ઘટી છે. કારણ કે આ પહેલા ગુજરાતના 200 કરતા વધારે તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને 4 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં વરસાદ પડાવના તાલુકા 150 નજીક આવી ગયા છે જ્યારે વરસાદની માત્રા પણ ઘટીને 4 ઈંચ કરતા ઓછી થઈ છે.
25 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
SEOC, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 25 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી લઈને 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. ડાંગ, અરવલ્લી, વલસાડ, તાપી, મહિસાગર, ખેડા, બનસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, સુરત,વલસાડ, મહિસાગર જિલ્લાના તાલુકાનો સમાવેશ થાય છે.
32 તાલુકામાં મેઘાએ માત્ર હાજરી પુરાવી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ પડ્યો છે. જોકે, વરસાદની માત્રા ઘટી પણ છે. આ તાલુકાઓમાં 32 તાલુકા એવા છે જ્યાં મેઘાએ માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ વિસ્તારોમાં માત્ર 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ- અમદાવાદમાં PM મોદીએ ઓપરેશન સિંદૂરને લઈ કહ્યું, ’22 મિનિટમાં બધુ સફાચટ કરી નાંખ્યું’
24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, પીડીએફ જુઓ
ગુજરાતના છ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડશે
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના પાંચ અને સૌરાષ્ટ્રના એક મળીને કૂલ છ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અને મોરબીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.