Aaj Nu Havaman, Gujarat Rain Update : ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરીથી બેટિંગ કરવા માટે મેદાનામાં આવી ગયા છે. ગુજરાતમાં થોડા દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો હતો. જોકે, રવિવારના દિવસે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘાએ ધબધબાટી હોલાવી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ અંગે વાત કરીએ તો 24 કલાકમાં 48 તાલુકામાં મેઘમહેર રહી હતી. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો હતો.
24 કલાકમાં 48 તાલુકામાં મેઘમહેર
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 10 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 11 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વલસાડમાં 4 ઈંચ કરતા વધારે નોંધાયો હતો.
વલસાડ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં ગુજરાતનો સૌથી વધારે વરસાદ નોંધાયો છે. વલસાડમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો એ નીચે કોષ્ટકમાં આપેલો છે.
તાલુકો વરસાદ (ઈંચ) વલસાડ 4.02 પારડી 3.94 ઉમરગામ 2.64 ધરમપુર 0.75
ગુજરાતના 16 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી
SEOC ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 24 કલાકમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 16 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકામાં 1-2 એમએમ જ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચોઃ- VIDEO: અડધી રાત્રે જંગલના રાજા સાથે વ્યક્તિની થઈ મુલાકાત, જોતા જ ચીસો પાડી
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 11 ઓગસ્ટ 2025, સોમવારના દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડશે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે.