Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં અત્યારે ફરીથી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે ત્યારે રાજ્યમાં મોટભાગના વિસ્તારોમાં હળવાથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાત પર મેઘો મહેરબાન થયો થયો છે. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 10.75 ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઈનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 19 ઓગસ્ટ સવારે 6 વાગ્યાથી લઈને 20 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીના ગુજરાતમાં 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં 10.75 ઈંચ નોંધાયો હતો.
12 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ નોંધાયો
વરસાદના મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 12 તાલુકા એવા છે જ્યાં 2 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આ તાલુકાના નામ અને ત્યાં પડેલો વરસાદ નીચે કોષ્ટકમાં આપેલો છે.
જિલ્લો તાલુકો વરસાદ (ઈંચમાં) દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 10.75 દેવભૂમિ દ્વારકા દ્વારકા 6.02 પોરબંદર પોરબંદર 3.94 જૂનાગઢ માંગરોળ 3.74 ગીર સોમનાથ સુત્રાપાડા 3.35 અમરેલી ઝાફરાબાદ 3.07 ગીર સોમનાથ ઉના 2.91 વલસાડ ઉમરગામ 2.91 ગીર સોમનાથ કોડિનાર 2.32 ગીર સોમનાથ વેરાવળ 2.28 પોરબંદર રાણાવાવ 2.24 કચ્છ માંડવી 2.05
133 તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ
SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 133 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે આ પૈકી 22 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે અહીં 1-2 એમએમ વરસાદ જ નોંધાયો છે.
આ પણ વાંચોઃ- Navratri 2025: આ વર્ષે અમદાવાદમાં પણ યોજાશે “માવડીનાં ગરબા”, જાણો તમામ માહિતી
24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ PDF
ત્રણ દિવસ વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગમાં આજે 20 ઓગસ્ટથી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.





