Gujarat Rain : ગુજરાતમાં મેઘો ફરી ‘તાલમાં’, 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ, સૌથી વધારે ધોરાજીમાં 3.15 ઈંચ ખાબક્યો

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના ધોરાજીમાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Written by Ankit Patel
Updated : August 18, 2025 08:58 IST
Gujarat Rain : ગુજરાતમાં મેઘો ફરી ‘તાલમાં’, 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ, સૌથી વધારે ધોરાજીમાં 3.15 ઈંચ ખાબક્યો
Gujarat Rain Forecast Today : ગુજરાતમાં વરસાદ - Express photo

Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે મેઘો ફરી તાલમાં આવી ગયો છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી અતિ ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના ધોરાજીમાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 17 ઓગસ્ટ સવારે 6 વાગ્યાથી લઈને 18 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીના ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના ધોરાજીમાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતના 30 તાલુકામાં 1થી 4 ઈંચ વચ્ચે વરસાદ

SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 193 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 30 તાલુકા એવા છે જેમાં 1 ઈંચથી લઈને 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. આ પૈકી 6 તાલુકામાં 2 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

torrential rain in Gujarat
અરવલ્લીના મોડાસામાં સોસાયટી વિસ્તારો વરસાદી પાણીથી ભરાઈ ગયા છે.

જિલ્લોતાલુકોવરસાદ (ઈંચમાં)
રાજકોટધોરાજી3.15
જૂનાગઢમાળિયા હાટિના2.8
કચ્છઅબડાસા2.28
ડાંગઆહવા2.28
સુરતકામરેજ2.05
ડાંગસુબિર2.01

36 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી

સ્ટેટ ઈનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 24 કલાકમાં 193 તાલુકા પૈકી 36 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ વિસ્તારોમાં 1-2 એમએમ વરસાદ જ નોંધાયો છે.

આ પણ વાંચોઃ- કચ્છમાં દહીં હાંડી કાર્યક્રમ દરમિયાન ગમખ્વાર અકસ્માત, વીજળીનો થાંભલો પડતા સગીરનું મોત

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુએ પીડીએફ

રાજ્યના નવ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગે આજે 18 ઓગસ્ટ 2025, સોમવારના દિવસે હળવાથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ