Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને રાજ્યમાં જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. બંને જિલ્લાઓમાં 10 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 226 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢના મેંદરડામાં સૌથી વધારે 13.31 ઈંચ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ અને પોરબંદરમાં 10 ઈંચ કરતા વધારે વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડ પ્રમાણે 20 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 21 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યા વચ્ચે 24 કલાકમાં ગુજરાતમાં 226 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ અને પોરબંદરમાં નોંધાયો હતો. બંને જિલ્લાઓના મોટાભાગના તાલુકામાં 10 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
જિલ્લો તાલુકો વરસાદ (ઈંચમાં) જૂનાગઢ મેંદરડા 13.31 જૂનાગઢ કેશોદ 11.22 જૂનાગઢ વંથલી 10.39 પોરબંદર પોરબંદર 10.24

રાજ્યના 16 તાલુકામાં 5થી 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 226 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ચાર તાલુકામાં 10 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 16 તાલુકા એવા છે જ્યાં 5 ઈંચથી લઈને 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકા કયા છે એ જાણવા માટે નીચે આપેલી વરસાદના આંકડાની પીડીએફ જોવી.
ગુજરાતના 79 તાલુકામાં 1થી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હળવાથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. કૂલ 226 તાલુકા પૈકી 79 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી લઈને 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં મેઘાની મહેર જોવા મળી હતી.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, PDF જુઓ
11 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મળીને 11 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.





