Gujarat Rain : ગુજરાતમાં 115 તાલુકામાં મેઘમહેર, સુરેન્દ્રનગરના થોનગઢમાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગરના થાનગઢમાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Written by Ankit Patel
Updated : August 16, 2025 10:01 IST
Gujarat Rain : ગુજરાતમાં 115 તાલુકામાં મેઘમહેર, સુરેન્દ્રનગરના થોનગઢમાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ - Express photo

Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં થોડા દિવસની આસળ બાદ મેઘરાજા ફરીથી બેટિંગ કરવાના મુડમાં આવી ગયા છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય અને કચ્છ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગરના થાનગઢમાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં 115 તાલુકામાં મેઘમહેર

સ્ટેટ ઈનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 15 ઓગસ્ટ સવારે 6 વાગ્યાથી લઈને 16 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ગુજરાતમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગરના થાનગઢમાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ- રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાનું ઉદ્ઘાટન, “શૌર્યનું સિંદૂર” નામ આપવામાં આવ્યું

11 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો

SEOC ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 11 તાલુકા એવા છે જેમાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જેમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો એ નીચે કોષ્ટકમાં આપેલું છે.

જિલ્લોતાલુકોવરસાદ (ઈંચમાં)
સુરેન્દ્રનગરથાનગણ3.35
ખેડાકપડવંજ2.83
સુરેન્દ્રનગરચુડા1.85
સાબરકાંઠાવિજયનગર1.81
અરવલ્લીમેઘરાજ1.69
રાજકોટગોંડલ1.61
મોરબીવાંકાનેર1.26
અરવલ્લીધનસુરા1.26
ડાંગધનસુરા1.26
સુરેન્દ્રનગરચોટીલા1.06
મહિસાગરવિરપુર1.06

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ પીડીએફ

30 તાલુકામાં મેઘાએ હાજરી પુરાવી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં હજી પણ 30 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ વિસ્તારોમાં 1-2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ