Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ફરીથી વરસાદ પડવાનો શરૂ થયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવે ધીમે ધીમે વરસાદનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 50 તાલુકામાં મેઘ મહેર રહી હતી. મેઘરાજાની સવારી ધીમે ધીમે મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ વડોદરાના સિનોરમાં 0.91 ઈંચ નોંધાયો હતો.
24 કલાકમાં 50 તાલુકામાં મેઘમહેર
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 11 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 12 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વડોદરાના સિનોરમાં રાજ્યનો સૌથી વધારે 0.91 ઈંચ વરસાદ નોંધાયો હતો.
અડધા ઈંચ કરતા ઓછો વરસાદ
SEOC ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વડોદરાના સિનોર અને સુરતના માંગરોળને બાદ કરતા બાકીના 48 તાલુકામાં અડધા ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
50 ટકા તાલુકામાં નામ માત્ર વરસાદ
છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે, આ તાલુકા પૈકી અડધા અડધ તાલુકામાં નામ માત્ર જ વરસાદ આવ્યો હતો. એટલે કે આ વિસ્તારોમાં 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ- અમદાવાદ: બુટલેગરનો નવો કીમિયો, દારુ સંતાડવાની જગ્યા જોઇ તમે પણ ચોંકી જશો; VIDEO
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો? PDF જુઓ
દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ
દિલ્હી – ગાઝિયાબાદ સહિત એનસીઆરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દિલ્હી એનસીઆર આજે આંશિક વાદળછાયું રહેશે. સાંજે/રાત્રે એક કે બે વાર વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.





