Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બેટિંગ કર્યા બાદ મેઘો હવે ઉત્તર ગુજરાત તરફ વળ્યો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ રહી હતી. ખાસ કરીને વડાલી તાલુકામાં 7.56 ઈંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 230 તાલુકામાં મેઘ મહેર રહી હતી. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 22 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 23 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયમાં ગુજરાતના 230 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સબરકાંઠા જિલ્લામાં પડ્યો હતો. આ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની માહિતી નીચે આપેલી છે.
તાલુકો વરસાદ (ઈંચમાં) વડાલી 7.56 ખેડબ્રહ્મા 7.13 ઈડર 2.76 હિંમતનગર 1.85 વિજયનગર 1.42 તલોડ 0.94
ગુજરાતના 41 તાલુકામાં 1થી 5 ઈંચ વચ્ચે વરસાદ
SEOC, ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 230 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 41 તાલુકા એવા છે જ્યાં 1થી 5 ઈંચ વચ્ચે વરસાદનો ધાયો છે. મહેસાણા, પાટણ, ખેડા, સુરત,પંચમહાલ, નર્મદા, મહિસાગર, અરવલ્લી, ભરૂચ જિલ્લાના તાલુકાનો સમાવેશ થાય છે.
16 તાલુકામાં વરસાદની માત્ર હાજરી
મળતા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં પડેલા 230 તાલુકામાં વરસાદ પૈકી 16 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકાઓમાં 1-2 એમએમ વરસાદ જ નોંધાયો છે.
આ પણ વાંચોઃ- પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, 1,400 કરોડ રુપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ પીડીએફ
ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ
હવામાન વિભાગે આજે શનિવારના દિવસ માટે ભારે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અરવલ્લી, દાહોદ, મહિસાગર, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.