Gujarat Rain Live Update : ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. રવિવારની વહેલી સવારથી જ ભારે વરસાદ વચ્ચે, ગુજરાતના નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી 9,613 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, અને 207 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મહિસાગર, સાબરકાંઠા, અરવલી અને ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રાજ્યના મધ્ય અને ઉત્તરીય ભાગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બાજુ નર્મદા નદીનું દળસ્તર ખતરાની નિશાને પાર થઈ ગયું છે, જેને પગલે આજુ બાજુ ભરૂચ, અંકલેશ્વર, વાગરાના અનેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નદીના પાણી ફરી વળતા અમદાવાદ મુંબઈ રેલવે વ્યવહારને પણ અસર થઈ છે. અનેક ટ્રેનો રદ કરવી પડી છે, તો રોડ માર્ગ પણ ખોરવાયો છે, જેને પગલે વાહનોની રસ્તા પર લાંબી કતારો લાગી છે. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ તેમજ મહીસાગર જિલ્લાના કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે, રવિવારે નર્મદા અને મહિસાગર નદીઓ બંને જોખમના સ્તરને સ્પર્શી ગઈ હતી, જેના કારણે જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ જારી કરવા જણાવ્યું હતું. આજે સોમવારે પણ નર્મદા જિલ્લામાં શાળા-કોલેજો બંધ રહેશે. તો જોઈએ ગુજરાતમાં વરસાદની પળેપળની માહિતી.







