ગુજરાત વરસાદ : આજે બપોરના 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

Gujarat Weather Report, Gujarat Weather Updates, ગુજરાત વરસાદ : હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. કચ્ચના માંડવીમાં અડધી રાત્રે બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.

Gujarat Weather Report, Gujarat Weather Updates, ગુજરાત વરસાદ : હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. કચ્ચના માંડવીમાં અડધી રાત્રે બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat heavy rain, Gujarat rain data, Gujarat monsoon, Gujarat rain forecast

ગુજરાતમાં ભારે વરસાદ - Express photo

Gujarat Rain data, ગુજરાત વરસાદ : હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસની ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ અડધી રાત્રે જ તોફાની બેટિંગ કરવામાં શરૂ કર્યું હતું. મંગળવારે રાતના 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી મધ્ય રાત્રીએ ગુજરાતના 8 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે કચ્છના માંડવીમાં આશરે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ચાર તાલુકામાં પડ્યો વરસાદ

બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના ચાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ભાવનગરના મહુવામાં 8 એમએમ વરસાદ પડ્યોહતો. જ્યારે રાજુલામાં 4 એમએમ, બારડોલી અને વાલોડમાં એક એક એમએમ વરસાદ નોંધાયો હતો.

મંગળવારે રાત્રે 12થી 2 વચ્ચે ક્યાં કેટલો વરસાદ પડ્યો

હવામાન વિભાગે જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવાર રાત્રે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં બે કલાકના સમયગાળામાં 4 જિલ્લાના 8 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે કચ્છના માંડવીમાં 45 MM વરસાદ પડ્યો હતો. દેવભૂમી દ્વારકાના ખંભાળિયામાં 12 MM, જામનગરના જોડિયામાં 9 MM વરસાદ પડ્યો હતો.

જિલ્લોતાલુકોવરસાદ(MM)
કચ્છમાંડવી45
દેવભૂમી દ્વારકાખંભાળિયા12
જામનગરજોડિયા9
જામનગરજામનગર9
તાપીનિઝર7
કચ્છભચાઉ5
કચ્છઅંજાર2
કચ્છમુંદ્રા2

ગુજરાતમાં મંગળવારે કૂલ 122 તાલુકામાં વરસાદ નોંધાયો

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 109 એમએમ એટલે કે આશરે સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ કચ્છના ગાંધીધામમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં પણ અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સમય ગાળામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો આંકડા માટે આપેલી પીડીએફ જોવી.

29 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને રાતના 2 વાગ્યા સુધીમાં રાજ્યના કૂલ 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે આ પૈકી 29 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. આ તુલાકમાં 2 એમએમ અને તેથી ઓછો વરસાદ નોંધાયો હતો.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત