Gujarat Rain: ગુજરાતમાં વડોદરાના પાદરામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ, મંગળવાર શાળા કોલેજ બંધ

Gujarat Monsoon Rain IMD Update: ગુજરાતમાં સોમવારે સવારના 6 થી રાતના 8 વાગે સુધી 49 તાલુકામાં 4 ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે. વડોદરા, આણંદ, પંચમહાલ અને અમદાવાદમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે.

Gujarat Monsoon Rain IMD Update: ગુજરાતમાં સોમવારે સવારના 6 થી રાતના 8 વાગે સુધી 49 તાલુકામાં 4 ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે. વડોદરા, આણંદ, પંચમહાલ અને અમદાવાદમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gujarat Monsoon Rain | Gujarat Monsoon news | Gujarat Rain news | Gujarat Rain IMD data | Gujarat Monsoon Rain data

Gujarat Monsoon Rain: ગુજરાતમાં વરસાદને લઇ આગામી બે દિવસ માટે હવામાને રેડ એલર્ટ આપ્યું છે. (Photo: Social Media)

Gujarat Monsoon Rain IMD Update: ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ઘણા સ્થળોએ પાણી ભરાયા છે. વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયુ છે. વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટને બચાવ કામગીરી માટે ખડે પગે રહેવા નિર્દેશ આપ્યો છે. ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખી મંગળવાર શાળા કોલેજ બંધ રાખવાનનો નિર્ણય લેવાયો છે.

વડોદરા, પંચમહાલ અને આણંદમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ

ગુજરાતમાં સોમવારે કુલ 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સોમવારે સવારના 6 થી રાતના 8 વાગે સુધી 49 તાલુકામાં ચાર ઇંચ કે તેથી વરસાદ પડ્યો છે. ગુજરાતમાં સોમવારે 26 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6 વાગે થી રાતના 8 વાગ્યા સુધી વરસાદની આંકડા પર નજર કરીયે તો વડોદરા, પંચમહાલ અને ખેડામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં સવારના 6 થી રાતના 8 વાગે સુધી 12 ઇંચ વરસાદ પડ્યો છે. તો પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં 12 ઇંચ, આણંદના બોરસદ અને વડોદરા શહેરમાં 11 ઇંચ, નડિયાદમાં 10.5 ઇંચ વરસાદ પડ્યો છે.

અમદાવાદ માં ક્યાં કેટલો વરસાદ પડ્યો

અમદાવાદની વાત કરીયે તો ધોળકા તાલુકામાં સવારના 6 વાગે થી રાતના 8 વાગે સુધી 6 ઇંચ, દસ્કોઇમાં 5 ઇંચ, અમદાવાદ શહેર 5 ઇંચ, ધંધૂકા 4 ઇંચ વરસાદ પડ્યો છે. તો માંડલ, બાળવા, ધોલેરા, વિરમગામ, સાણંદમાં 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો છે.

,

મંગળવારે શાળા કોલેજ બંધ

ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વડોદરા, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદથી નદી - તળાવ છલકાઇ ગયા છે અને પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. વરસાદ બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા મંગળવારે શાળ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.

Gujarat Rain Forecast and Weather updates
ગુજરાત વેધર ન્યુઝ

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું રેડ એલર્ટ

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2 – 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી.

અમદાવાદ માં લક્ઝરી બસ અંડરપાસમાં ફસાઈ

પરિમલ અંડરપાસમાં બસ ફસાતા, બસમાં રહેલા 25 જેટલા મુસાફરો ના જીવ તાળવે ચોટી ગયા હતા, આખરે ફાયર ટીમ આવી અને રેસક્યુ કરી દોરડા વડે એક પછી એક પેસેન્જર ને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના માં અંડર બીજ માં પાણી ભરાયેલું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવા છતા ગાડી ચલાવતા ડ્રાઇવર ની બેદરકારી સ્પષ્ટ દેખાય છે, જોવાનું એ રહ્યું કે, પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

,

આ પણ વાંચો | ગુજરાત વરસાદ: આગામી 2 થી 3 દિવસ માટે રેડ એલર્ટ, 72 જળાશય હાઇ એલર્ટ પર

હવામાન વિભાગે અધિકારીઓએ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદ ની આગાહી કરી છે અને રેડ એલર્ટ આપ્યું છે. તદનુસાર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેકટરો ને એલર્ટ રહેવા સૂચના આપી હતી.

Advertisment
ચોમાસું ગુજરાતી ન્યૂઝ વરસાદ ગુજરાત