ગુજરાત વરસાદ : મોરબીમાં પૂરના પાણી ઓસરતા નેશનલ હાઈવે 27 ફરી ટ્રાફિક માટે ખોલાયો, બે દિવસથી બંધ હતો

Gujarat Rain: NH-27 કચ્છના કંડલા અને મુન્દ્રા જેવા દેશના મોટા બંદરોને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સાથે જોડે છે. આ હાઈવે પર હજારો ટ્રક અને અન્ય વાહનો ચાલે છે, જે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારત સાથે જોડાય છે

Written by Ashish Goyal
August 29, 2024 15:37 IST
ગુજરાત વરસાદ : મોરબીમાં પૂરના પાણી ઓસરતા નેશનલ હાઈવે 27 ફરી ટ્રાફિક માટે ખોલાયો, બે દિવસથી બંધ હતો
મોરબીમાં પૂરના પાણી ઓસરતા નેશનલ હાઈવે 27 ફરી ટ્રાફિક માટે ખોલાયો છે (તસવીર - @prafulpbjp)

Gujarat Rain: કંડલા અને મુન્દ્રા બંદરોને જોડતી કચ્છની બે મુખ્ય લાઇફલાઈનમાંથી એક નેશનલ હાઈવે 27 ગુરુવારની સવારે વહેલી સવારે વાહન વ્યવહારમાં ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો હતો. વરસાદના કારણે હાઇેવ પર ભરાયેલા પાણી ઓસરવા લાગ્યા હતા અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા રાતોરાત હાઇવેના મરામત અને પુનઃસ્થાપન કાર્ય કરવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે આ હાઇવે લગભગ બે દિવસ સુધી બંધ રહ્યો હતો.

કચ્છ જિલ્લાના પશ્ચિમી ભાગમાં ડીપ ડિપ્રેશનના કારણે મંગળવારથી ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં ભારે વરસાદથી સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે.

હાઈવે વાહન વ્યવહાર માટે ફરી ખોલવામાં આવ્યો

મોરબી જિલ્લાના માળિયા અને કચ્છ જિલ્લાના સામખ્યારી વચ્ચેના હાઈવેના ભાગમાંથી પાણી ઓસર્યા પછી ગુરુવાર સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ હાઈવેને વાહન વ્યવહાર માટે ફરી ખોલવામાં આવ્યો હતો. ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાતોરાત હાઇવેની મરામત કરીને હવે મોરબી અને કચ્છ વચ્ચેના નેશનલ હાઈવેને વાહન વ્યવહાર માટે ખોલી રહ્યા છીએ. હું ટ્રક અને કાર ચાલકોને વિનંતી કરું છું કે ધીરજ રાખે અને ખોટી સાઇડ પર ડ્રાઈવિંગ કરીને ટ્રાફિક જામ ન કરે.

મોરબી જિલ્લાના પ્રશાસન દ્વારા મંગળવારે સવારે 11:30 વાગ્યે NH-27ને બંધ કરવામાં આવ્યો હતો કારણ કે મચ્છુ નદીના પૂરથી રાજ્યના સૌથી વ્યસ્ત હાઈવેના લગભગ 4 કિમી લાંબા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મચ્છુ નદીના કાંઠા તૂટી જવાથી પાણી ફેલાયું હતું, જેમાં માળિયા વિસ્તાર પણ સામેલ હતો.

આ પણ વાંચો – સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ, ખંભાળિયા અને કલ્યાણપુરમાં 8-8 ઇંચ વરસાદ

NH-27ના મોરબી તરફના વિભાગને બંધ કર્યા પછી કચ્છ જિલ્લાના બાકીના જિલ્લા સાથેની રોડ વે કનેક્ટિવિટી માત્ર સામખ્યારી અને ઉત્તર ગુજરાતના રાધનપુર વચ્ચેના NH-27 વિભાગ દ્વારા જ હતી.

ગાંધીધામ, કચ્છ ખાતેના NHAIના પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIU)ના ડાયરેક્ટર જિતેન્દ્ર ચૌહાણે ગુરુવારે જણાવ્યું હતું કે પાણી ઓસર્યા પછી અમે હાઇવેની મરામત કરી છે, જેમાં ધાતુ અને વેટ-મિક્સનો ઉપયોગ કરીને વાહનચાલક હાઈવેને દુરસ્ત બનાવી ને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુક્યો છે.

NH-27 કંડલા અને મુન્દ્રા બંદરોને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સાથે જોડે છે

NH-27 કચ્છના કંડલા અને મુન્દ્રા જેવા દેશના મોટા બંદરોને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સાથે જોડે છે. આ હાઈવે પર હજારો ટ્રક અને અન્ય વાહનો ચાલે છે, જે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારત સાથે જોડાય છે.

જ્યારે NH-27ને સૌરાષ્ટ્રથી કચ્છ માટે ફરી ખોલવામાં આવ્યો છે, તે સમયે કચ્છ જિલ્લામાં ગુરુવારે મોડી સવારથી ભારે વરસાદ ચાલુ રહ્યો છે, જેના કારણે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થયું છે. માંડવીન બ્લોકમાં છેલ્લા 8 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે મુન્દ્રા અને અબડાસા બ્લોકમાં 5 અને 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

(અહેવાલ – ગોપાલ કટેસિયા)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ