Gujarat Rain News: ગુજરાતમાં શનિવારે 93 તાલુકામાં વરસાદ, જુનાગઢના માળીયા હાટીનામાં સૌથી વધુ વરસાદ

Gujarat Rain IMD Weather Update News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લાના 93 તાલુકામાં કુલ 5.17 મીમી વરસાદ પડ્યો છે. ચાલુ ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી 15.99 એમએમ વરસાદ પડ્યો છે.

Gujarat Rain IMD Weather Update News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લાના 93 તાલુકામાં કુલ 5.17 મીમી વરસાદ પડ્યો છે. ચાલુ ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી 15.99 એમએમ વરસાદ પડ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain news | Gujarat Rain date | Gujarat Monsoon Rain | Gujarat IMD Weather News

Gujarat Rain News: ગુજરાતમાં શનિવારે 23 કલાકમાં 93 તાલુકામાં વરસાદ પડ્યો છે. (Express Photo)

Gujarat Rain IMD Weather Update News: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. નવરાત્રી દરમિયાન ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લાના 93 તાલુકામાં કુલ 5.17 મીમી વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં શનિવારે સારો વરસાડ પડ્યો છે. આ સાથે જ વરસાદની સીઝન થઇ રહી છે અને શિયાળો શરૂ થઇ રહ્યો છે. ચાલો જાણીયે શનિવાર ક્યા કેટલો વરસાદ પડ્યો.

જુનાગઢના માળીયા હાટીનામાં સૌથી વધુ વરસાદ

શનિવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 93 તાલુકામાં વરસાદ પડ્યો છે, સૌથી વધુ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં પડ્યો છે. માળીયા હાટીના તાલુકામાં 3.1 ઇંચ વરસાદ પડ્યો છે. તો રાજકોટના જેતપુરમાં 2.4 ઇંચ, જામનગરના જામ જોધપુરમાં 2.4 ઇંચ, અમરેલીના કંકાવાવ વાડિયામાં 2.1 ઇંચ, ગણદેવી, અમીરગઢમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં હજી પણ વરસાદી માહોલ છે. છેલ્લા 24 કલાકમાં તાપીના કાકરમુંડા તાલુકામાં 1.5 ઇંચ, સુરતના ઓલપાડ, સુરત શહેર, કામરેજ, જામકંડોરણા, રાણાવાવ, ઉપલેટા, અંકલેશ્વર, પાદરા માં દોઢ થી 1 ઇંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં કુલ 1229 મીમી વરસાદ પડ્યો

ગુજરાતમાં આ વખતે ચોમાસાની સીઝનમાં ભરપૂર વરસાદ પડ્યો છે. ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી કુલ 1229.52 મીમી વરસાદ પડ્યો છે, જે સીઝનના 139.24 ટકા બરાબર છે. જો રાજ્યના 5 ઝોન પ્રમાણે વરસાદની વાત કરીયે તો કચ્છમાં સૌથી વધુ 869 મીમી, વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 840 મીમી, પૂર્વ મધ્ય ઝોનમાં 1081 મીમી અને સૌરાષ્ટ્રમાં 1103 મીમી અને દક્ષિણ ગુજરાતમાં 2158 મીમી વરસાદ પડ્યો છે.

ચાલુ ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી 15.99 એમએમ વરસાદ પડ્યો છે. જુનમાં 115 મીમી, જુલાઇમાં 424.75 મીમી, ઓગસ્ટમાં 442.23 મીમી અને સપ્ટેમ્બરમાં 231.55 મીમી વરસાદ પડ્યો છે.

Advertisment
વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત