Gujarat Rain News | ગુજરાત વરસાદ સમાચાર : ચાર જિલ્લામાં રેડ એલર્ટ, પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

Today Weather News in Gujarat : ગુજરાતમાં વરસાદ ને લઈ હવામાન વિભાગે આજે લેટેસ્ટ આગાહી કરી છે, જેમાં ચાર જિલ્લામાં રેડ એલ્રટ આપ્યું છે, તો પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Today Weather News in Gujarat : ગુજરાતમાં વરસાદ ને લઈ હવામાન વિભાગે આજે લેટેસ્ટ આગાહી કરી છે, જેમાં ચાર જિલ્લામાં રેડ એલ્રટ આપ્યું છે, તો પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain News Today 4th Aug 2024

ગુજરાત આજના વરસાદ સમાચાર, 4 ઓગસ્ટ 2024

Gujarat Rain News, 04-08-2024 : ગુજરાતમાં વરસાદની હેલી જોવા મળી રહી છે. નદી, તળાવો, ડેમો માં નવા નીર જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તાપી જિલ્લામાં પણ નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. તો ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદીઓએ ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તો અનેક રસ્તાઓ બંધ થતા અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે ચાર જિલ્લામાં રેડ એલર્ટ તો પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. તો જોઈએ વરસાદનું આજનું અપડેટ્સ.

તાપી જિલ્લામાં નદીઓએ ભયજનક સપાટી વટાવી, 42 રસ્તા બંધ થયા

રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ દક્ષિુણ ગુજરાતમાં વલસાડ અને તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી રોજ સારો વરસાદ પડી રહ્યો છે. જો પહેલા તાપી જિલ્લાની વાત કરીએ તો, તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છે. જિલ્લામાં તમામ નદીઓ બે કાંઠે થઈ છે. જેાં પૂર્ણા,અંબિકા, ઝાખરી, મીંઢોળા, વાલ્મિકી નદીઓનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારના લો લેવલ પુલ પર થી પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ થયા છે. તાપી જિલ્લામાં કુલ 42 રસ્તા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા, જેમાં વ્યારા તાલુકાના 12, ડોલવણ 20 વાલોડના 6 અને સોનગઢના 4 રસ્તા બંધ થયા છે.

આ બાજુ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલ સતત વરસાદને કારણે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 5 ગેટ ખોલી 61,860 ક્યુસેક પાણી છોડાઈ રહ્યુ છે, હાલ ડેમમાં 69,615 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની જળસપાટી 331.89 ફૂટ પર પહોંચી ગઈ છે. ઓગસ્ટ માસનું ડેમ નું રૂલ લેવલ 335 ફૂટનું છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે. તો ડેમની સપાટી રૂલ લેવલ નજીક પોહચતા ડેમ નું રૂલ લેવલ મેઇન્ટેઇન કરવા હાઈડ્રો ના બે યુનિટ વાટે 11,236 ક્યુસેક જ્યારે નહેર માંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના દરવાજા ખોલવામાં આવશે નહિ હાઈડ્રો ચાલુ કરી પાણી છોડવામાં આવશે

વલસાડમાં ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવી, 150થી વધુનું સ્થળાંતર, 67 રસ્તાઓ બંધ થયા

વલસાડ જિલ્લામાં પણ સતત ભારે વરસાદથી ઓરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે. જિલ્લામાં સતત વરસાદની સાથે ઉપરવાસમાં ભારે વરસાદ ને લઇ ઓરંગા નદી માં ઘોડા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઓરંગા નદી ના પાણી વલસાડ ના નીચાણવાળા વિસ્તારો માં ઘુસી ગયા છે. વલસાડ ના કાશ્મીરનગર માં 150 થી વધુ લોકો નું સ્થાન્તર કરવાની ફરજ પડી છે. વલસાડ મામલતદાર, ફાયર વિભાગ ની ટિમ તેમજ પોલીસ દ્વારા લોકો ને સલામત સ્થળે ખસવા અપીલ કરી રહ્યા છે.

તો ઉપરવાસમાં ભારે વરસાદ ને લઇ વલસાડ ની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. જિલ્લાના વાપી, પારડી, ઉંમરગામ, કપરાડા, ધરમપુર તાલુકાના 67 જેટલાં રસ્તાઓ પાણી ફરી વળતા બંધ થઈ ગયા છે. લો લેવલ ના બ્રિજ ડુબાણ માં હોવાને લઇ પંચાયત હસ્તગ ના 65 રસ્તા ઓ અને સ્ટેટ આર એન્ડ બી ના બે મુખ્ય માર્ગ બંધ થયા છે. ભારે વરસાદ ને લઇ નદીઓના પાણી લો લેવલ ના બ્રિજ પર થી પસાર થતા રસ્તાઓ બંધ થયા છે.

હવામાન વિભાગ લેટેસ્ટ વરસાદ આગાહી

હવામાન વિભાગ દ્વારા આજની તાજેતરની આગાહી અનુસાર, આજે ચાર જિલ્લમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, નવસારી તથા દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. તો પાંચ જિલ્લામાં ઓરેન્જ એલ્રટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે. આ સિવાય અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે.

જો હવામાન વિભાગ દ્વારા આવતીકાલ સોમવારની આગાહીની વાત કરીએ તો, રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદનું જોર ઓછુ જોવા મળી શકે છે. હવામાન વિભાગે સોમવારે નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેથી આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે. તો ભરૂચ, સુરત, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

Advertisment
વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત